વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયો
ભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી
ભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ ઉપરથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી પાડી હતી જયારે ભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચ એલસીબી પોલીસ મથકના પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિતનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના કોંઢ ગામની ગુજરાત ગાર્ડીયન કંપનીની સામે કોંઢ ગામમાં જવાના માર્ગની બાજુમાં પાર્ક કરેલ કાર નંબર-જી.જે.૨૭.બી.ઈ.૭૧૩૭માં વિદેશી દારૂનો જથ્થો છે જેવી બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની ૧૫૧૧ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૧૭ લાખનો દારૂ અને કાર મળી કુલ ૩.૫૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના અયોધ્યા નગરમાં રહેતો બુટલેગર જીગ્નેશ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા