Satya Tv News

દિવાળી આડે હવે માંડ થોડા દિવસ રહ્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીના ૧૮ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું બની ગયું છે. કોરોનાના આ સબ-વેરિયન્ટનો ફેલાવો ઝડપથી થતો હોવાનું કહેવાય છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં પખવાડિયામાં ૧૮ કેસ નોંધાયા છે એમાંથી ૧૩ કેસ એકલા પુણેમાં નોંધાયા છે. બાકી રાજ્યના અન્ય ભાગોમાં થાણેમાં બે અને નાગપુરમાં બે અને એક કેસ વિદર્ભના અકોલામાં નોંધાયો છે.

પુણેમાં એક્સબીબીના કેસ ઉપરાંત ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બીક્યુ-૧ અને બીએ ૨-૩-૨૦ના એક એક કેસ નોંધાયા છે.

કોરોનાના નવા વેરિયન્ટે ગઇ ૨૪મી સપ્ટેમ્બરે પહેલી વાર દેખા દીધી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૮ કેસ નોંધાયા છે. આ નવા વેરિયન્ટના સપાટામાં આળેલા કુલ ૨૦ દરદીમાંથી ૧૫ દરદીએ તો કોરોનાની વેક્સિન પણ લીધી હતી. બાકીના પાંચ દરદી વિશે જાણકારી નથી મળી.

પુણેમાં બીક્યુ-૧ કેસ નોંધાયો છે તેના લક્ષણ અત્યંત હળવા છે. આ દરદી અમેરિકાનો પ્રવાસ કરીને આવ્યા હોવાની જાણકારી મળી હતી.

દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય ખાતાએ દિવાળીના તહેવાર દરમિયાન તકેદારી રાખવાની અને બને ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ ન જવાની તાકીદ કરી છે. માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે.

error: