Satya Tv News

સ્કેમર્સ લોકોને છેતરવા માટે હંમેશા નવી નવી રીતો શોધે છે. તહેવારોની સીઝન ચાલી રહી છે અને દિવાળી આવવામાં પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં છેતરપિંડી કરનારાઓએ હવે ફ્રી દિવાળી ગિફ્ટના નામે લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું છે.

દિવાળી આવે તે પહેલા લોકો ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરે છે અને આ દરમિયાન અનેક ઈમેલ અને મેસેજ પણ આવે છે જેમાં ફ્રી દિવાળી ગિફ્ટની લાલચ આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો તમને પણ આ પ્રકારનો મેલ અથવા મેસેજ આવી રહ્યો છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે આ લિંક તમને એવી વેબસાઈટ પર લઈ જાય છે જે તમારી પર્સનલ ડિટેલ્સ ચોરવાનું કામ કરી રહી હોય તેવી પૂરી સંભાવના છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એક એડવાઈઝરી જારી કરીને લોકોને ચેતવણી આપી છે કે આવી લિંક્સ ચાઈનીઝ સાઈટ્સ તરફ દોરી જાય છે અને પછી બેંકિંગ ડીલ્સ જેવી તમારી અંગત માહિતી ચોરી શકે છે.

ફેસ્ટિવ સીઝન આવતાની સાથે જ સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ, ટેલીગ્રામ અને ઈન્સ્ટાગ્રામ પર નકલી મેસેજ વાયરલ થવા લાગે છે જેમાં ગ્રાહકોને લોભામણી લાલચ આપવા માટે ફ્રી પ્રાઈઝ અને ગિફ્ટની લાલચ આપવામાં આવે છે. એક રિપોર્ટમાં CERT-In દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીના હવાલે જાણવા મળ્યું છે કે આવા ખોટા કેમ્પેનો મોટાભાગે મહિલાઓને ટાર્ગેટ કરે છે. એટલું જ નહીં છેતરપિંડી કરનારાઓ પછી લિંકને શેર કરે છે અને તેમને અન્ય લોકો સાથે શેર કરવાનું કહે છે.

નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સીનું કહેવું છે કે આવી મોટાભાગની સાઇટ્સ .cn ડોમેનનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય .xyz અને .top જેવા એક્સટેન્શનનો ઉપયોગ કરે છે.

સૌથી પહેલા તો યુઝર્સને એક મેસેજ સાથે લિંક આપવામાં આવે છે. આ સાઇટ્સ અન્ય લોકો સાથે લિંક શેર કરવાનું કહે છે અને તરત જ કોઈ યુઝર્સ આ લિંક પર ક્લિક કરે છે, તેમને સૌ પ્રથમ Congratulationsનો એક નકલી મેસેજ મળે છે. આ પછી, તમને એક ફોર્મમાં વિગતો ભરવા માટે કહેવામાં આવે છે.

ફોર્મમાં માહિતી ભર્યા પછી, કેટલીક વસ્તુઓ દેખાય છે જેમાંથી એક ગિફ્ટ પસંદ કરવાનું કહેવામાં આવે છે. જલદી જ કોઈ ગિફ્ટ આઈટમ પર ક્લિક કરો છો તો ફરી એકવાર Congratulationsનો મેસેજ દેખાય છે. આ પછી, તેમને ગિફ્ટ ક્લેમ કરવા માટે આ મેસેજ તમારા મિત્રો અને અન્ય લોકો સાથે WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનું કહેવામાં આવે છે.

error: