સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તેમજ પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
ઇચ્છાપોર પોલીસની હદમાં વર્ષ 2019માં આ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. મિત્રની જ સગીર બહેનને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે આ મામલે આરોપી સાગર વસાવા સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઇએ કે, આરોપીએ જ્યારે ગુનો કર્યો હતો ત્યારે તે પણ સગીર હતો. આ કેસમાં કોર્ટો
ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી સાવન વસાવા વિરૂદ્ધના કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. જે મામલે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ આરોપી વિરૂદ્ધના કેસમાં સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આથી આરોપીના બચાવપક્ષે આરોપી 19 વર્ષનો યુવાન હોય તથા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોવાથી સજામાં રહેમ રાખવાની માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ભોગ બનનાર 15 વર્ષની તરૂણીના ભાઈનો મિત્ર છે. સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચરીને ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં રહેમને બદલે દાખલો બેસે અને કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે મહત્તમ સજા કરવી જોઇએ.
આથી, કોર્ટે આરોપીને સજા ફટકારતા નોંધ્યું હતું કે, આરોપી ભોગ બનનાર તરૂણીના ભાઈનો મિત્ર હોઈ નૈતિકતાના ધોરણે પણ આરોપીની બહેન ગણી શકાય. તેમ છતાં આરોપીએ 15 વર્ષની તરૂણીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરતા આરોપીને મહત્તમ સજા કરવી એ ન્યાયના હિતમાં છે.