મધ્યપ્રદેશમાં આરોગ્ય સેવાઓની જર્જરિત સ્થિતિની ઓળખ દર બીજા દિવસે જોવા મળે છે. હવે આ મામલો રાજ્યના છતરપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં અધિકારીઓની બેદરકારીના કારણે માનવતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે.
થોડા સમયથી દર્દીને એમ્બ્યુલન્સ ન મળવાના કારણે ઘણુ હેરાન થવુ પડતુ હોય છે, તેવા વીડિયો સામે આવતા હોય છે. જે બાદ પણ કોઇ પગલાં લેવામાં આવતા નથી. તેમજ આ સ્થિતિ ખાસ મધ્યપ્રદેશમાં જોવા મળી રહી છે. જ્યાં બાળકીના મામા 4 વર્ષની બાળકીનો મૃતદેહ હાથમાં લઈને ફરી રહ્યાં છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ ન મળવાના કારણે બાળકીનો મૃતદેહ હાથમાં જ રાખવાની ફરજ પડી હતી.
આ ઘટના છતરપુર જિલ્લાના પાટણ ગામનો છે. જ્યાં ચાર વર્ષની બાળકી માટીમાં દટાઈ હતી. તેના મામા તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ છતરપુર લાવ્યા હતા, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું. બાળકીના મામા સરકારી એમ્બ્યુલન્સ માટે રખડતા રહ્યા. આ દરમિયાન તેણે બાળકીના મૃતદેહને પોતાના ખોળામાં લઈ લીધો હતો. પરંતુ તેને એમ્બ્યુલન્સ મળી ન હતી. તેમની પાસે ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ લેવા માટે પૈસા પણ ન હતા.
આ પછી તે બાળકીની લાશને ખોળામાં લઈને બસ સ્ટેન્ડ પર લઇને આવે છે. પરંતુ તેની પાસે બસ ભાડાના પૈસા પણ ન હતા. આ પછી કોઈએ તેને બસ ભાડાના પૈસા આપ્યા. ત્યારબાદ તે લાશને બસમાં ગામ લઈ ગયો.
મધ્યપ્રદેશમાંથી આવા ઘણા મામલા સામે આવ્યા છે. સિંગરૌલી જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં નવજાત બાળકનો મૃતદેહ લેવા એમ્બ્યુલન્સ ન મળતાં તેના પિતા મોટરસાયકલની ડિક્કીમાં લાશને લઈને મદદ માટે કલેક્ટર પાસે પહોંચ્યા હતા. આ પછી કલેકટરે તાત્કાલિક એસડીએમને તપાસના આદેશ આપ્યા હતા.