હિમાચલમાં 12 નવેમ્બરના રોજ મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થતા જ તમામ પાર્ટી પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે. બીજેપીએ 6 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. દેહરાથી રમેશ ધવાલા, જ્વાળામુખીથી રવિન્દ્ર રવિ, કુલ્લૂથી મહેશ્વર સિંહ, બડસરથી માયાદેવી, હરોલીથી રામકુમાર અને રામપુરથી કૌલ નેગીને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે.
આ અગાઉ હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 62 ઉમેદવારોના નામનું એલાન કર્યું હતું. તે પ્રમાણે મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ બેઠક પરથી લડશે તો અનિલ શર્માને મંડીથી ટિકીટ આપવામાં આવી છે. સતપાલ સિંહ સત્તીને ઉનાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાચલમાં 12 નવેમ્બરના રોજ મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.
ભાજપે બીજુ લિસ્ટ જાહેર કરીને હવે રાજ્યની 68 બેઠકો પર પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લિસ્ટમાં ધવાલા અને રવિને ટિકીટ આપીને બીજેપીએ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કર્યો છે.