Satya Tv News

નોકરી પર જતા બે મિત્રોને અકસ્માતમાં એકને ઇજા થતા સારવાર માટે ખસેડાયો
સાવલી તાલુકાના કનોડા ગામ પાસે નીલગાય રોડ પર આવી જઇને બાઇક સાથે અથડાતા નોકરી પર જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે ઉમરેઠ તાલુકાના અમીદાસપુરા(બેચરી)ગામમાં રહેતો અનિલ ભાનુભાઇ ઠાકોર અને તેનો મિત્ર કમલેશ ભૂપત ગોહિલ બંને બહુથા ગામે આવેલી બાયોગેસ કંપનીમાં નોકરી કરે છે. બંને મિત્રો બાઇક પર સાથે જ નોકરી પર જાય અને ઘેર પરત જતા હોય છે. તા.૧૪ના રોજ સાંજે બંને મિત્રો નોકરી પર જવા ઘેરથી નીકળ્યા હતાં.

કમલેશ બાઇક ચલાવતો હતો અને અનિલ પાછળની સીટ પર બેઠો હતો. તેઓ બંને સાવલી તાલુકાના કનોડા ગામે કાશીયાપુરા સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક નીલગાય રોડ પર આવી જતા બંને મિત્રો રોડ પર પટકાયા હતાં. બંનેને ઇજા થતા સાવલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી કમલેશની હાલત ગંભીર હોવાથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડતા તેનું ગઇકાલે સાંજે મોત નિપજ્યું હતું જ્યારે અનિલ સારવાર હેઠળ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: