Satya Tv News

લોકોને બુસ્ટર ડોઝમાં ઝાઝો રસ ન પડયો

2021 ડિસેમ્બરથી જ કોવિશિલ્ડનું ઉત્પાદન બંધ કરી દેવાયું છે

મુંબઈ સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ ૨૦૨૧ના ડિસેમ્બરમાં કોવિશિલ્ડ રસીના લગભગ ૧૦ કરોડ ડોઝ ફેંકી દેવા પડયા હતા. કોવિશિલ્ડ રસીના આટલી મોટી સંખ્યાના ડોઝની એક્સપાઇયરી ડેટ(રસીનો ઉપયોગ કરવાની ચોક્કસ મુદત પૂરી થવી) સમાપ્ત થઇ ગઇ હોવાથી કંપની માટે તે તમામ ડોઝ બિનઉપયોગી બની ગયા હતા.

સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના માલિક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદર પુનાવાલાએ માહિતી પણ આપી હતી કે અમે ૨૦૨૧ના ડિસેમ્બરમાં જ કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. કોવિશિલ્ડ રસીના બુસ્ટર ડોઝની હવે કોઇ જ ઉપયોગ રહ્યો નથી. આમ પણ ભારતભરનાં નાગરિકો કોરોનાથી વાજ આવી ગયાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે.આ યાદીમાં મારો પોતાનો પણ સમાવેશ થાય છે.

અદર પુનાવાલાએ એવી માહિતી પણ આપી હતી કે સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ કોવોવેક્સ નામની નવી રસી વિકસાવી છે જે મિક્સ બુસ્ટર ડોઝ તરીકે ઉપયોગી બની શકશે. હવે કોવોવેક્સને પણ બે અઠવાડિયામાં મંજુરી મળી શકે છે

error: