Satya Tv News

અખિલ ભારત હિન્દુ મહાસભા (ABHM)એ શુક્રવારે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની જગ્યાએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની તસવીર છાપવાની માંગ કરી છે. ABHMએ દલીલ કરી હતી કે, સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજી બોઝનું યોગદાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરતા ઓછું નથી. કોલકાતામાં ABHM દ્વારા આયોજિત દુર્ગા પૂજા કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાથે મેળ ખાતા મહિષાસુરની મૂર્તિની સ્થાપનાને લઈને થયેલા હોબાળાના થોડા અઠવાડિયા પછી સંગઠન દ્વારા આ માંગ કરવામાં આવી છે.

પત્રકાર પરિષદને સંબોધતા એબીએચએમના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચંદ્રચુર ગોસ્વામીએ કહ્યું કે,”અમને લાગે છે કે દેશની સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીનું યોગદાન મહાત્મા ગાંધી કરતા ઓછું નથી.” તેથી ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજીનું સન્માન કરવાની શ્રેષ્ઠ રીત ચલણી નોટો પર તેમની તસવીર છાપવી છે. ગાંધીજીની તસવીરને બદલે નેતાજીની તસવીર લગાવવી જોઈએ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અખિલ ભારત હિન્દુ મહાસભાના દક્ષિણપૂર્વ કોલકાતામાં સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં કથિત રીતે અસુર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ અંગે હિન્દુ મહાસભા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિષાસુર સહિત દેવી દુર્ગા દ્વારા માર્યા ગયેલા રાક્ષસોની મૂર્તિઓ આ મૂર્તિથી સાથે બનાવવામાં આવી હતી. આમાંની એક મૂર્તિ ગાંધીજી જેવી જ હતી. પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ દ્વારા તેની નિંદા કરવામાં આવી હતી.

જોકે આ મામલે વધુ વિરોધ થયા બાદ પ્રતિમા બદલી નાખવામાં આવી હતી અને મહાત્મા ગાંધી જેવી પ્રતિમાને હટાવી દેવામાં આવી હતી. દુર્ગા પંડાલમાં આ પ્રતિમા વિશે સૌથી પહેલા એક પત્રકારે ટ્વિટ કર્યું હતું. આ પછી, કોલકાતા પોલીસની વિનંતી પર તેણે સોશિયલ મીડિયા પરથી તેની પોસ્ટ હટાવી દીધી. પત્રકારે કહ્યું હતું કે, પોલીસે તેને પોસ્ટ હટાવવા કહ્યું હતું, કારણ કે તે તહેવાર દરમિયાન તણાવ પેદા કરી શકે છે.

error: