Skip to main content

Satya Tv News

ગરીબ બાળકો ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવે એ માટે ફટાકડા,મીઠાઈ અને ડેકોરેશન લાઈટ અપાઈ

વાગરા,તા.૨૨

વાગરા ના સડથલા ગામે ગરીબ પરિવાર ના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપની એ દિવાળી ની ઉજવણી કરી હતી.બાળકો નો ઉમંગ જળવાઈ એ હેતુસર કંપનીએ ફટાકડા,મીઠાઈ અને ડેકોરેશન લાઈટ આપી હતી.દિવાળી નો તહેવાર આવે એટલે સૌ દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી એની ચિંતા માં સૌ લાગી જાય છે.એમાંય ખાસ કરી ને બાળકોમાં અનેરો ઉત્સાહ હોય છે.પરંતુ આર્થિક રીતે પછાત વર્ગ ના પરિવારો માં દિવાળી કઈ રીતે થશેની સમસ્યા સતાવતી હોય છે.એવા ટાણે ગરીબ પરિવારો પણ તહેવારની ઉજવણી થી વંચિત ના રહે એ માટે સૂરજ બિલ્ડકોન કંપની ના એમ.ડી સચિન બિયાણી એ કંપની કર્મીઓને તેમની સાથે દિવાળી ઉત્સવ ઉજવવા સૂચના આપી હતી.જેને પગલે સાયખાં કેમિકલ ઝોન માં સૂરજ બિલ્ડકોન ના કર્મચારીઓએ નાનકડા એવા સડથલા ગામના ૩૫ જેટલા આદિવાસી પરિવારો સાથે અને ખાસ તેમના બાળકો સંગ રહી દિવાળી મનાવી હતી.કંપની દ્ધારા દરેક કુટુંબ ને ફટાકડા,મીઠાઈ અને ઘર ને સજાવવા ડેકોરેશન લાઈટ આપતા બાળકો ઝૂમી ઉઠ્યા હતા.આ પ્રસંગે સડથલા ના અગ્રણી ભરતભાઇ,આસિસ્ટન્ટ મેનેજર તેમજ કંપની ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી -વાગરા

error: