અમદાવાદ નજીક આવેલા ચાંગોદર ખાતે આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા શનિવારે બપોરના સમયે ઓઈલની ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત થવા પામ્યા હતા.અમદાવાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ટાંકીમા ફસાયેલા મજૂરોને રસ્સાની મદદથી બેભાન હાલતમા બહાર કાઢયા હતા પણ કેમિકલની અસર થઈ હોવાથી અંતે ધનતેરસના દિવસે આ મજૂરોને મોત નસીબ થયુ હતુ.
અમદાવાદ ફાયર વિભાગ કંટ્રોલને શનિવારે બપોરે એક કલાકના સુમારે ચાંગોદરમા આવેલી એક ફેકટરીની ટાંકીમા મજૂરો ફસાયા હોવાનો કોલ મળતા ફાયર વિભાગે સ્ટેશન ઓફિસર ઉપરાંત ફાયરના જવાનો તથા રેસ્કયૂ કીટ સાથે વાહન મોકલી આપ્યા હતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા પ્રમાણે, ફાયરની ટીમે રસ્સાની મદદથીસહારા પેટ્રોલીયમ, પ્લોટ નંબર-૧૯-ડી,મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,મોરૈયા,ચાંગોદર ખાતે ઓઈલની ટાંકી સાફ કરવા ઉતરેલા નિતેશ.રામમોહન,ઉંમર વર્ષ-૨૧, સિધ્ધાર્થનગર,ઉત્તરપ્રદેશ, રામનરેશ.બિપથ. ઉંમર વર્ષ-૪૭,સિધ્ધાર્થનગર,ઉત્તરપ્રદેશ અને સંદિપ.રામબુ્રકસ, ઉંમર વર્ષ-૨૧,સિધ્ધાર્થનગર,ઉત્તર પ્રદેશ આ ત્રણેયને બેભાન હાલતમા બહાર કાઢવા ઉપરાંત પોલીસને જાણ કરી હતી.સહારા પેટ્રોલિયમના માલિક દાણીલીમડા ગામના આરીફભાઈ હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવવા પામ્યુ હતું.