Satya Tv News

ઓરિસ્સાની એપી ગોયલ નામની કંપનીના કર્મચારીઓ મજૂરોને આપવા માટેના પગારની રકમ એક બેગમાં ભરીને લઈ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને લૂંટી લીધા હતા.

પોલીસની તપાસમાં એવી વિગતો સપાટી પર આવી છે કે, જે લોકોએ લૂંટ ચલાવી હતી તે કંપનીના જ એક કર્મચારી વિદ્યાધર સાથે નજરે પડયા હતા.

પોલીસે જ્યારે આકરી પૂછપરછ કરી ત્યારે વિદ્યાધરે કબૂલ્યુ હતુ કે, મેં જ મારા સાથીદારોને લૂંટ માટે મોકલ્યા હતા.મારો પગાર ઓછો હોવાથી આ મુદ્દે મારે અગાઉ પણ મેનેજમેન્ટ સાથે તડાફડી થઈ હતી.ઉપરાંત કંપનીએ દિવાળી બોનસ પણ નહીં આપ્યુ હોવાથી કંપનીના પૈસાની લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી.

પોલીસનુ કહેવુ છે કે, લૂંટને અંજામ આપનારા બીજા બે આરોપી હજી પણ ફરાર છે.

error: