Satya Tv News

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એટીએસ, એનસીબી તથા ગુજરાત પોલીસની ટીમો દ્વારા નારકોટીક્સનો મુદ્દામાલ બેઈલ (BEIL) કંપની અંકલેશ્વર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જેના પ્રોગ્રામનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચુઅલ લાઈવ નિહાળી હાજર રહ્યા હતા.

અંકલેશ્વરની કંપનીમાં મોટી સંખ્યામા નાશ કરાયો હતો
અંકલેશ્વર સ્થિત કેમિકલ વેસ્ટ ડિપોઝલ સાઈટ BEIL ખાતે નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો હતો. BEIL ખાતે દેશનું સૌથી મોટું ઇનસીનરેટર આવેલું છે. ગુજરાત ATS, CID ક્રાઇમ અને ગુજરાત પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા. IGP સુભાષ ત્રિવેદી અને ભરૂચ SP ડો.લીના પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. કુલ 8 IPS અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થોનો ઇનસીનરેટરમાં સળગાવી નિકાલ કરવામાં આવ્યો હતો. અગાઉ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો. આ પહેલા 30 જુલાઇ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચંદીગઢમાં નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન NCBએ અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો.

error: