Satya Tv News

ભરૂચ છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે
28 વર્ષથી ચાલતી છઠ્ઠપુજાના સ્થળનું સરનામુ બદલાયું
ચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 28 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે.પરંતુ આ વર્ષે પુજા જુના સરદારબ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચે આવેલાં કનક બિહારી રામ જાનકી સંકંટમોચન હનુમાન મંદિરના ઓવરે કરવામાં આવશે

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 28 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે. અત્યાર સુધી આ પુજા ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે કરવામાં આવતી હતી પણ ચાલુ વર્ષે ઘાટ ખાતે ઉંડાણ વધારે હોવાથી છઠ્ઠવ્રતીઓ સલામતીને ધ્યાને રાખી સ્થળ બદલવામાં આવ્યું છે.આ વર્ષે પુજા જુના સરદારબ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચે આવેલાં કનક બિહારી રામ જાનકી સંકંટમોચન હનુમાન મંદિરના ઓવરે કરવામાં આવશે.આ સ્થળે પહોંચવા માટે જુના સરદારબ્રિજના ડાબી બાજુથી નર્મદા પાર્કને સમાંતર નવો માર્ગ બનાવવામાં આવ્યો છે.

આ પુજામાં છઠ્ઠવ્રતીઓ નદીના જળમાં ઉભા રહીને આથમતા અને ઉગતા સુર્યને અર્ધ્ય અર્પણ કરતી હોય છે. ચાલુ વર્ષે છઠ્ઠવ્રતીઓની સલામતીને ધ્યાને રાખી તથા તેઓ શાંતિપુર્ણ રીતે જળમાં ઉભા રહી પુજા કરી શકે તે માટે સ્થળ બદલવામાં આવ્યું છે. અને નવા સ્થળ તરીકે ઝાડેશ્વર પાસે આવેલાં સંકંટ મોચન હનુમાન મંદિરનું રાખવામાં આવ્યું છે જયાં પુજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે,ચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે. 28મીએ નહાખા, 29મીએ ખરના, 30મીએ સંધ્યા અર્ધ્ય અને 31મીએ ઉગતા સુર્યને પ્રાત :અર્ધ્ય સાથે પુજાનું સમાપન થશે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: