ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા.
ભરૂચ શહેરના હાર્દ સમાન કસક વિસ્તારમાં આનંદ કોમ્પલેક્ષ આવેલ છે જે કોમ્પ્લેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં ગતરોજ રાતે આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગની ઘટના અંગે સ્થાનિકોએ ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગને કારણે ઓફિસમાં રહેલ તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા શોર્ટ સર્કીટને આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.