ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે. નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક, ખાનગી બસ અને વાન એમ કુલ ચાર વાહન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં સવાર 3 લોકોના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા. તેમજ વાહનનો પર કૂરચો નીકળી ગયો હતો. આ ઉપરાંત નર્મદા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણઝાર જોવા મળી છે. ભરૂચના નબીપુર નજીક અને નર્મદા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક, ખાનગી બસ અને વાન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાનમાં સવાર 3 લોકોના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા. તો બીજી તરફ નર્મદા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં ફસાયેલ પાંચ જેટલા લોકોને 108ની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યાં છે. બન્ને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 7 જેટલા લોકોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટના મામલે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.