Satya Tv News

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ તંત્ર દ્વારા એકતા રેલી યોજાય હતી.

સમગ્ર ભારતમાં તા. 31મી ઓક્ટોબરે રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ તંત્ર દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા ઉપર રહેલો છે. વિવિધતાથી ભરપૂર એવા ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તેમજ રાષ્ટ્રહિત માટે અનિવાર્ય હોવાની ભાવના જન જન સુધી પહોંચાડવા અને જનજાગૃતિ લાવવાના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી એકતા રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર રેલી દરમ્યાન ભરૂચ બીટીઈટીના જવાનો. હોમગાર્ડ જવાનો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: