Morbi Bridge Collapsed Live Updates : મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે.
મોરબી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પાર્ટી બે જૂથમાં વહેંચાઈ
મોરબી દુર્ઘટનાને લઈ કૉંગ્રેસ પાર્ટી બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથે ઘટનાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવો પ્રયાસ કર્યો, જ્યારે બીજા જૂથે ઘટના પર રાજનીતિ કરવાનું ટાળ્યું છે. દિગ્વિજયસિંહ, મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગેહલોત સહિતના નેતાઓએ ઘટનામાં સરકારને જવાબદાર ઠેરવી હતી. ગઈકાલે અશોક ગેહલોત સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગેહલોતે સમગ્ર મામલે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગ કરી 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાની માગ કરી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પણ સરકારની નિષ્ફળતા ગણાવી અને સરકારના રાજીનામાની માંગ કરી. જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ પણ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી હતી.
તો બીજીતરફ રાહુલ ગાંધી અને જયરામ રમેશે આ મુદ્દે રાજનીતિ કરવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીને એક કાર્યક્રમ દરમિયાન સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેઓ આ દુર્ઘટના પર રાજનીતિ કરવા નથી માગતા. લોકોના મૃત્યુ થયા છે. રાજનીતિ કરવી તેમના માટે અપમાનજનક ગણાશે. તેમણે ટ્વીટર પર સંવેદના વ્યક્ત કરી હતી. પરંતુ આક્ષેપબાજી કરવાનું ટાળ્યું હતું. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ રાહુલ ગાંધીની જેમ દુર્ઘટના મુદ્દે રાજનીતિ કરવાનું ટાળ્યું હતું.

PM મોદીના આગમનને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલમાં ઝુલતા પુલ દુર્ઘટનાના ઘાયલોને મળી તેમના ખબર-અંતર પુછશે. PM મોદીની મુલાકાતને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. મોરબીના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી છે, તો ગંદકી દૂર કરવા માટે કેટલાક સ્થળે રંગરોગાન કરાઈ રહ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં ચાલતી તૈયારીઓને લઈ કોંગ્રેસે નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ દુઃખની પળે ચાલતી રંગ-રોગાનની તૈયારીઓને લઈ સવાલ ઉઠાવ્યા.
Morbi : પુલ દુર્ઘટનામાં મંદિરના પૂજારીની સરાહયનીય કામગીરી
મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમયે મોરબીવાસીઓની મદદની ભાવના જોવા મળી હતી, ત્યારે ઘટના સમયે મદદગાર થનાર મચ્છુ માતા મંદિરના પૂજારી અને સ્થાનિકે TV 9 સાથે વાતચીત કરી. પૂજારીએ કહ્યું કે ઘટના બની ત્યારે ચોતરફથી બુમાબુમ અને ચીસો સંભળાઇ રહી હતી. સૌથી પહેલા અમે નદીમાં કૂદી પડ્યાં હતા અને લોકોની બચાવવાની કામગીરી શરૂ કરી હતી. 50થી 60 લોકોને નદીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. સાથે જ પૂજારીએ કહ્યું કે ઘટના સમયે ઘણા લોકો હાજર હતા પરંતુ કોઇ મદદ કરવા તૈયાર ન હતું. માત્ર લોકો મદદની જગ્યાએ વીડિયો ઉતારવામાં મસગૂલ હતા. તો એક મદદ કરનાર સ્થાનિકે કહ્યું કે લોકો પોતોના સ્વજનને બચાવવા રોકકર કરતા હતા. અમે અમારી ટીમ સાથે લોકોને બચાવ્યાં અને ખાનગી વાહનોમાં હોસ્પિટલ પહોંચાડ્યાં હતા.
મોરબી દુર્ઘટનામાં હજુ બે વ્યક્તિ લાપતા : રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબી દુર્ઘટના અંગે નિવેદન આપતા કહ્યું કે, હજુ બે વ્યક્તિ લાપતા છે. હાલ સર્ચ ઓપરેશન દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે, તો 17 લોકો સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યુ છે.
Morbi Bridge Collapse : જાહેર હિતની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
મોરબી કેસની તપાસ માટે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મુદે સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે મહત્વની સુનાવણી કરશે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરીને અકસ્માતની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે દેશભરના તમામ જૂના પુલ કે સ્મારકોમાં ભીડનું સંચાલન કરવા માટે નિયમો બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
PM Modi Morbi : દુર્ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કરશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. આ સાથે PM મોદી પુલ તૂટવાની ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કરશે. મહત્વનું છે કે મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈ પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.