Satya Tv News

29 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવેના (Western Railway) RPF કર્મચારીઓએ બે અલગ-અલગ ટ્રેનોમાં બે મહિલાઓને તેમના બાળકોને જન્મ આપવામાં મદદ કરી. જેના માટે ગોધરા રેલવે સ્ટેશન કોઈ સ્ટોપેજ ન હોવા છતાં પેસેન્જરને મદદ કરવા ટ્રેન રોકાઈ હતી.

વેસ્ટર્ન રેલવેનું રેલ પ્રોટેક્શન ફોર્સ (RPF) ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને કાળજી અને સુરક્ષાની જરૂર હોય તેવા લોકોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે એક અનોખા કિસ્સામાં, 29 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવેના RPF કર્મચારીઓએ બે અલગ-અલગ ટ્રેનોમાં બે મહિલાઓને તેમના બાળકોને જન્મ આપવામાં મદદ કરી. જેના માટે ગોધરા રેલવે સ્ટેશન કોઈ સ્ટોપેજ ન હોવા છતાં પેસેન્જરને મદદ કરવા ટ્રેન રોકાઈ હતી. હાલ બાળક અને માતાનું સ્વાસ્થ્ય સ્થિર છે.

મહિલાએ ટ્રેનમાં જ બાળકને જન્મ આપ્યો

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરેના જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદ વચ્ચેની ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસમાં નડિયાદની એસ્કોર્ટિંગ પાર્ટીને 5.20 વાગ્યે એક મુસાફર મોહન લાલ  મુસાફરી કરી રહ્યો હતો. તેની સાથે તેની ગર્ભવતી પત્ની પણ મુસાફરી કરી રહી હતી. જો કે ચાલુ ટ્રેનમાં અચાનક જ તેની પત્નીને પ્રસૂતિની પીડા થઈ રહી હતી. આ મહિલા મુસાફરે વટવા અને અમદાવાદ સ્ટેશન વચ્ચે જતી ટ્રેનમાં એક જ કોચમાં એક વૃદ્ધ મુસાફરની મદદથી બાળકીને જન્મ આપ્યો હતો. ટ્રેનની એસ્કોર્ટિંગ પાર્ટીએ અમદાવાદના સિક્યુરિટી કંટ્રોલ રૂમને જાણ કરી હતી. અમદાવાદ સ્ટેશન પર વધુ સારવાર માટે મહિલા RPF જવાનો અને એમ્બ્યુલન્સને એલર્ટ કરી હતી. સ્ટેશન પહોંચ્યા પછી રેલવે વિભાગના તબીબે માતા અને બાળકના સ્વાસ્થ્યની કોચની અંદર જ ચકાસણી કરવામાં આવી હતી. મહિલા અને બાળકને વધુ સારવાર માટે  હોસ્પિટલમાં મોકલાયા હતા.

અન્ય કિસ્સામાં સ્ટેશન પર થઇ ડિલિવરી

અન્ય એક કિસ્સામાં 29 ઓક્ટોબર ના રોજ ટ્રેન નંબર 22634 હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસમાં મથુરાથી વડોદરા જતી 29 વર્ષીય મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાં અચાનક પ્રસૂતિનો દુખાવો થયો. આ અંગેની માહિતી મળતાં જો કે ટ્રેન ગોધરા સ્ટેશને ઊભી રહી ન હતી, પરંતુ કંટ્રોલ રૂમ અને Rpf ગોધરાને જાણ કરતાં ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. સ્ટેશન પર પહોંચ્યા બાદ મહિલા મુસાફરે બાળકને જન્મ આપ્યો હતો અને તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મહિલાના પતિને જાણ કરવામાં આવી હતી જેણે તેમની મદદ અને સંભાળ માટે આરપીએફનો આભાર માન્યો હતો.

error: