Satya Tv News

ગુજરાતના(Gujarat) ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ભારતના સૌ પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે રોલ મોડેલ છે અને દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે, ત્યારે હવે વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત એ પ્રત્યેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ભારતના સૌ પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે રોલ મોડેલ છે અને દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે, ત્યારે હવે વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત એ પ્રત્યેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. ડિફેન્સ એક્સ્પોના સફળ આયોજન અને યજમાનીનો પણ તેમણે આ પ્રસંગે ઉલ્લેખ કરવાની સાથે આ ઉપલબ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અવિરત પ્રયાસ અને વિઝનરી લીડરશીપનું જ પરિણામ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું ક્ષેત્ર બન્યુ છે. આજે ગુજરાતમાં 8.5 લાખથી વધારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે, જે 20 વર્ષ પહેલા માત્ર ગણ્યા ગાઠ્યા હતા. ગુજરાત સ્ટાર્ટ અપમાં દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં સક્ષમ બન્યુ છે. આ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ગુજરાતને વૈશ્વિક હબ બનાવવાની દીશામાં સૌથી મોટું પગલું છે.

ગુજરાતે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીને વર્ષ- 2016 માં જ લાગુ કરી દીધું હોવાનું જણાવી પટેલે ગુજરાતની આ નીતિએ ડિફેન્સ સેક્ટરના અનેક પ્લેયર્સને ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષિત કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કે, મને એ જણાવતા ગર્વ થઇ રહ્યો છે કે વાયબ્રન્ટ સમિટ, યુવાનોની ઉદ્યમીતા અને સ્ટાર્ટઅપ કલ્ચરના પરિણામ સ્વરૂપ આજે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. ટાટા અને એરબસને ગુજરાતની ભૂમિ પર આવકારીને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર  પટેલે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મજબૂત કદમ બદલ પ્રત્યેક ગુજરાતી અને ભારત વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર અને આંતરરાષ્ટ્રીય હેડ  ક્રિશ્ચિયન શેનરે જણાવ્યું કે, એરોસ્પેસના ઈતિહાસના આ મહત્વપૂર્ણ દિવસનો ભાગ બનવા બદલ અમે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ. અમે અમારામાં જવાબદારીની મહાન ભાવના દર્શાવવા બદલ ભારતનો આભાર માનીએ છીએ અને ગુજરાતના વડોદરામાં વિકસાવવામાં આવી રહેલી આ ઉત્પાદન સુવિધા માટે એરબસ ટાટા સાથેની ભાગીદારીને માન આપતા હોવાનું પણ જણાવ્યું હતું.

error: