આપના નાંદોદ બેઠકના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા વિરુદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્કો;
નર્મદા જિલ્લામાં આપમાં આંતરિક વિખવાદ કે અન્ય પાર્ટીએ લગાવ્યાની ચર્ચા ???
નર્મદા : ટૂંક સમયમાં ગુજરાત વિધાસભાની ચૂંટણીઓ માટે જાહેરાત થઈ શકે છે ત્યારે નર્મદા જિલ્લામાં 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.પ્રફુલ વસાવા વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે, ગરુડેશ્વર તેમજ તિલકવાડા તાલુકા મથકના કેટલાક સ્થળોએ ડૉ.પ્રફુલ વસાવા ના વિરોધમાં પોસ્ટરો લાગતા ખળભળાટ મચ્યો છે, તેમજ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આંતરિક વિખવાદ હોવાનું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.
પોસ્ટરમાં લખ્યું છે 148 નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ સાહેબ જિંદાબાદ… ઉમેદવાર પ્રફુલ વસાવા મુર્દાબાદ… પોસ્ટરમાં 148 નાંદોદ વિધાનસભાના આયાતી ઉમેદવાર પ્રફુલ વસાવાને દૂર કરો તેમ લખ્યું છે, ઉપરાંત આમ આદમી પાર્ટી કો બચાવો દલાલો કો ભગાવો તેમજ જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિશ્વાસ ના જીતી શકે તે પ્રજાનું શું ભલું કરી શકે ??? વગેરે લખાણ લખવામાં આવ્યું છે ત્યારે આ પોસ્ટર કોણે લગાવ્યા? શું આપ નર્મદા માં આંતરિક વિખવાદ સર્જાયો છે? કે કોઈ અન્ય પાર્ટી દ્વારા આ બેનર લગાવાયા છે જેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.
જોકે આ બાબતે ડૉ. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે આમ આદમી પાર્ટીના નામે ખોટા પોસ્ટરો છપાવે છે અને મને બદનામ કરવાની કોશિશ કરે છે. તેમજ લોકોને સારી શિક્ષા જોઈએ છે, આરોગ્યની સુવિધાઓ જોઈએ છે, ત્યારે ભાજપ પોસ્ટરોમાં ખોટા પૈસા બગાડે છે જેના બદલે ગરીબોને પૈસા આપે ગમે તેટલો વિરોધ કરો 148 નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતે છે તેમ જણાવ્યું હતું.