ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો.
દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતની આગેવાનીમાં ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકામાં આવી પહોચતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો, ત્યારે આ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝઘડીયાના વાઘપુરા ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાય હતી. જેમાં ભાજપ અને RSS ઉપર આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ મોરબીની ગોજારી ઘટનાને વખોડી રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન કોંગ્રેસ ઇન્ચાર્જ બી.એમ.સંદીપ, પૂર્વ મંત્રી ડો. તુષાર ચૌધરી, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી વસંત ફૂલકે, ઝઘડીયા કોંગ્રેસના દલપત વસાવા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, ધનરાજ વસાવા સહીત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.