Satya Tv News

સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂ.1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી છે. તો આ ગેંગ દ્વારા અત્યારસુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂ.33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આ ગેંગના વધુ સાગરીતો પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.આ મામલે પોલીસે તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામના ઈસમ સાથે ઠગાઇ થઈ હોવાનું બહાર આવ્યું હતું . પોલીસે પૂછપરછ કરતા તેણે પેન્સીલ બનાવવાના સાધનો બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લીંક મળી હતી જેમાં મોબાઈલ નંબર માલ્ટા તેના પર તેઓએ કોલ કર્યો હતો અને આરોપી રસીદ સમસુએ તેઓના એકાઉન્ટની વિગતો મેળવી ઠગાઇ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

error: