ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં ભાજપ પાસે 112 બેઠકો છે. જ્યારે કોંગ્રસ પાસે 65 બેઠકો, બીટીપી પાસે 02, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાસે 01 અને 01 બેઠક અપક્ષ પાસે છે. ગુજરાત ગુજરાત વિધાનસભા 2017 માં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની જાહેરાત કરાઈ છે. ત્યારે હાલમાં ગુજરાત વિધાનસભાની પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો, હાલમાં ભાજપ પાસે 112 બેઠકો છે. જ્યારે કોંગ્રસ પાસે 65 બેઠકો, બીટીપી પાસે 02, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાસે 01 અને 01 બેઠક અપક્ષ પાસે છે. ગુજરાત ગુજરાત વિધાનસભા 2017માં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની સભ્ય સંખ્યા 2017 માં જીતેલી 99 બેઠકોથી વધીને વર્તમાનમાં 112 પર પહોંચી ગઈ હતી.
બીજી બાજુ, વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી છે. જે ડિસેમ્બર 2017 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીતેલી 77 બેઠકોથી વર્તમાન 65 બેઠકો પર પહોચી છે. જે અગાઉ યોજાયેલી પેટાચૂંટણીમાં પક્ષપલટા અને હારને કારણે છે. જ્યારે છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) પાસે ગૃહમાં બે ધારાસભ્યો છે. તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પાસે એક અને એક બેઠકનું પ્રતિનિધિત્વ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરે છે. જેઓ પાછળથી કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે વિધાનસભાની 2017ની ચૂંટણી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હોવાથી, ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સભ્યોની સંખ્યામાં તેઓ અપક્ષ તરીકે ઓળખાય છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપની સરખામણીએ મોટાભાગની બેઠકો ઉપર જીત મેળવી મેળવી હતી. કેટલાક જિલ્લામાં તો ભાજપ ખાતુ પણ ખોલી શકી નહોતી. કોંગ્રેસે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 45 ટકા મત મેળવ્યા હતા અને સૌથી વધુ 30 બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપની બેઠકોની સંખ્યા સૌરાષ્ટ્રમાં ઘટીને 23 થઈ ગઈ હતી.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. આમાં 40 બેઠકો અનામત છે. અનુસૂચિત જાતિ (SC) માટે 13 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 27 બેઠકો અનામત છે. જો 2017ની ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને સરકાર બનાવી. ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બે બેઠક ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને એક એનસીપીને ગઈ, જ્યારે અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી.
રાજ્યમાં આયોજિત વિશેષ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર, 2022 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. આ મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયેલા છે. તેમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે. કુલ મતદારો પૈકી 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. આ વખતે કુલ 11,62,528 નવા મતદારો નોંધાયા છે.
અંતિમ મતદાર યાદીમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ વખતે 18 થી 19 વર્ષની વયજૂથના 4.61 લાખથી વધુ યુવા મતદારો નોંધાયા છે. જેમાં 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારો છે. જ્યારે, 20 થી 29 વર્ષની વય જૂથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં 1.45 લાખથી વધુ પુરુષ મતદારો અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ વયજૂથમાં પુરુષો કરતાં વધુ મહિલાઓએ મતદાર તરીકે નોંધણી કરાવી છે.