Satya Tv News

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર કરશે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે.

આજે બપોરે 12 કલાકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તારીખ જાહેર થઇ જશે. આ સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઇ જશે. સરકાર આ પછી કોઇ મોટી જાહેરાત નહીં કરી શકે. ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઇ. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં પેરામિલેટ્રી ફોર્સના જવાનોએ માર્ચ યોજી હતી.

2022 વિધાનસભાની ચૂંટણીને લઈ તંત્ર સજજ થઈ ગયું છે. ત્યારે આચાર સંહિતા લાગુ થાય તે પહેલા રાજકોટમાં પેરામિલેટ્રી ફોર્સની યોજાઈ ફ્લેગ માર્ચ. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

આજે બપોરે ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવી જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે . આ ચૂંટણી નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં કે ડિસેમ્બર માસની શરૂઆતમાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. આજે બપોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે.

ચૂંટણીની તારીખોની સાથે સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોના અરજીપત્રકો ભરવાની તારીખ તેમજ ઉમેદવારી પત્રો ચકાસવાની અને ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે . કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ વેગીલી બની શકે છે. દરમિયાન આજે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા જ આજે આચારસંહિતા પણ લાગુ થઇ જશે. ત્યારે આચાર સંહિતા લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં 450 કરવામાં આવ્યા છે. તો GRD ને પ્રતિદિન રૂપિયા 200 નાં 300 કરવામાં આવ્યા છે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવાયો છે.

error: