Gujarat Election 2022 : ચૂંટણીઓની તારીખ જાહેર થતા જ હવે ભાજપ કોંગ્રેસ અને AAP ના નેતાઓ તથા ઉમેદવારો મતદારોને રિઝવવાના પ્રયત્નમાં લાગી જશે. વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ની આજે વિધીવત રીતે જાહેરાત કરી છે ત્યારે હવે વિવિધ રાજકીય પક્ષો પક્ષને જીતાડી શકે તેવા ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. તેમજ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનિતીઓ હવે અંતિમ તબક્કામાં આવી જશે. ચૂંટણીની તારીખોની સાથે સાથે રાજ્યમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ થશે. સાથે સાથે મતદારો મોટી માત્રામાં મતદાન કરે તે માટે વધુને વધુ પ્રયત્નો કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી EVM અને VVPATની માહિતી મતદારોને આપવામાં આવી રહી છે. આ માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મતદાન કેવી રીતે કરવું અને આ મતદાન માટે EVMનો ઉપયોગ કેવી રીતે કરવો અને VVPAT નું શું મહત્વ છે તે સમજાવવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષણ વિભાગ, ITI અને પોલીસ વિભાગ તરફથી સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તો વડોદરામાં પણ લોકશાહીનો ચૂંટણી રથ ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.
વૃદ્ધો અને દિવ્યાંગજનોને ચૂંટણીપંચે આપી વિશેષ સુવિધાઓ
લોકશાહીના ઉત્સવમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ મતદાનની વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ત્યારે આ વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે.
બેલેટ પેપરથી મતદાનની કરાશે વ્યવસ્થા
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસી પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ નિર્ણય ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનને થશે. એક આંકડા પ્રમાણે 182 બેઠકોમાં 13 લાખ ઉપર મતદારોને આ વ્યવસ્થાનો સીધો લાભ મળશે અને તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. અગાઉ આ પ્રકારનો નિર્ણય પંજાબ, ગોવા, મણીપુર અને તેલંગાણામાં કરાયો હતો અને તે બાદ હવે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસીને મતદાનની વ્યવસ્થાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
કુલ 13,06,315 મતદાઓને થશે ફાયદો
આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉંમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે.