ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટા તળાવ વિસ્તારમાં પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં ફાટા તળાવ વિસ્તારમાં દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા છે આ અંગેની જાણ પાલિકા કચેરી થતા પાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ શાખાએ દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.