શાદાબ ખાનના 22 બોલમાં ધમાકેદાર 52 રન
ઇફ્તિખાર અહેમદના 35 બોલમાં દમદાર 51 રન
એનરિચ નોર્ટજેએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી
T20 વર્લ્ડકપમાં સેમિફાઈનલની રેસમાં બન્યા રહેવા અત્યંત જરૂરી આજના મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 24માં મુકાબલામાં પાકિસ્તાનનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.