Satya Tv News

જોખમી કચરા ના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન

વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ માં ભરૂચ જી.પી.સી.બી દ્વારા ઔદ્યોગિક એકમો માટે એન્વાયરમેન્ટ ક્લિનિક નું આયોજન કરવા માં આવ્યુ હતુ.એન્વાયરમેન્ટ ક્લિનિક માં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત ના પ્રતિનિધિઓ એ ભાગ લીધો હતો.
ભરૂચ જીપીસીબી દ્ધારા એન્વાયરમેન્ટ ક્લિનિક નું આયોજન કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કરવામાં આવ્યુ હતુ.ઉક્ત એન્વાયરમેન્ટ ક્લિનિક માં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના વડા માર્ગીબેન પટેલ અને પર્યાવરણ ઈજનેર આર આર ગાયકવાડ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ ને પર્યાવરણ જાળવણી સંબંધિત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી મેળવવા માટે લેવા પડતા જરૂરી પગલાંઓ તેમજ અરજી કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો તેમજ કાળજી ની સાથે સાવચેતી માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ એ તેમને અરજી વખતે અને ત્યારબાદ ની પ્રક્રિયા માં પડતી સમસ્યાઓ અંગેની રજુઆત કરી હતી.આ સાથે એન્વાયરમેન્ટ ક્લિનિક માં જોખમી કચરા ના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પર્યાવરણ ઈજનેર દ્વારા આપવામાં આવ્યુ હતુ.પ્રાદેશિક અધિકારી દ્વારા આવનાર શિયાળા ની ઋતુ માં હવા પ્રદુષણ પર નિયંત્રણ રાખવા માટે લેવાના જરૂરી પગલાં અને સાવધાની સંદર્ભે ખાસ સમજ પુરી પાડવામાં આવી હતી.

આ તબક્કે વિલાયત એસોસીએસન ના ઉપપ્રમુખ હરીશ જોશી,માનદમંત્રી ડૉ. મહેશ વશી,સાયખાં એસોસિએશન ના ઉપપ્રમુખ પ્રશાંત પટેલ અને માનદ મંત્રી સી. કે જીયાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બદલ કલરટેક્સ કંપની ના કર્મચારીઓ અને કંપની સંચાલકોનો ઉદ્યોગો ના ઉપસ્થિત પ્રતિનિધિઓએ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિલાયત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને સાયખાં કેમિકલ ઝોન માં આવેલા ઉદ્યોગો ના પ્રતિનિધિઓ એ ઉદ્યોગ ચલાવવા માં પર્યાવરણીય અને સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખુબ જ સારી કાળજી લેવામાં આવશે ની બાહેંધરી ઉચ્ચારી હતી.

error: