Satya Tv News

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે નેત્રંગના અલગ અલગ 3 વિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથનું નિરીક્ષણ કર્યું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા નેત્રંગ તાલુકાના મતદાન મથક નું નિરીક્ષણ કર્યું હતું. નેત્રંગ ખાતે ગાંધી બજારમાં આવેલ પ્રાથમિક શાળા તેમજ કેલ્વીકુવા પ્રાથમિક શાળા તથા મૌઝા ગામની પ્રાથમિક શાળાની જિલ્લા પોલીસવડાએ મુલાકાત લીધી હતી અને મતદાન મથકનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પોલીસવડા સાથે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ, નેત્રંગ પોલીસ મથકના વડા તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતાં. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ એસપીએ જણાવ્યું હતું.

error: