Satya Tv News

તરસાલી બ્રિજ નિચે ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાખ્યો, બાઇક સવારનું ધટના સ્થળે મોત થયુ.

મકરપુરા પોલીસ સંપર્ક કરતા મકરપુરા પોલીસ ની ટીમ ધટના સ્થળે, પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા

વડોદરા શહેરમાં દિવસે દિવસે ડમ્પર ચાલકો ભારદાર વાહનો હકારતા હોય છે.પરંતુ એના પર નિયંત્રણ ક્યારે એવુ લોક ચર્ચા એ જોર પકડયુ છે.તરસાલી હનુમાન નગર ના રહેવાસી રામચંદ્ર અમીન તથા તેમના પત્ની બન્ને રસલપુર જવા નિકળયા હતા. જે અંતર્ગત તરસાલી બ્રિજ નીચે ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ધટના સ્થળે મોત થયુ હતુ. અને તેની પત્ની ચેતના બેન ને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ધટનાને લઈ આસપાસ ના લોકો એકત્રિત થયા હતા. આ ચકચારી ધટનાને લઈ મકરપુરા પોલીસ સંપર્ક કરતા મકરપુરા પોલીસ ની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. બાઇક ચાલક નું ધટના સ્થળે મોત થયુ અને પત્ની ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મરણ જનારને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા અને પોલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી છે

error: