Satya Tv News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ કર્યો છે. તેમજ ગઇકાલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 ટર્મથી ઝાલોદ વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં છે.

આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. વડોદરામાં માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસમાં વિવાદનો વંટોળ શરૂ થયો છે. ઉમેદવારની ભૂમિકા અંગે ખુદ કોંગ્રેસના સિનિયર નેતાઓ અજાણ છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું, ઉમેદવાર અંગે મને વધારે ખબર નથી. જયારે માંજલપુર બેઠક અંગે મીડિયાએ તીખા સવાલો કરતા શહેર જિલ્લા પ્રભારી પંકજ પટેલ અકળાયા હતા. મીડિયાને કહ્યું આડાઅવળા સવાલો નહીં કરવાના. જોકે પત્રકારોએ વિરોધ નોંધાવતા શહેર પ્રમુખે મીડિયાની માફી માગી હતી.

બીજી તરફ મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામને લઈ કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે. કડીના સેનમા સમાજના લોકોએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયે પહોંચીને વિરોધ કર્યો છે. અતિ પછાત 12 જ્ઞાતિઓનું સેનમા સમાજને સમર્થન છે. ત્યારે કડીમાં કોંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપતા વિરોધનો સુર સામે આવ્યો છે.

error: