આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો
વિધાનસભા ચૂંટણીને (Assembly election) લઇને BTP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાંદોદ બેઠક પર BTP એ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા.
BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) નેતા છોટુ વસાવા ચૂંટણી લડશે કે કેમ તેની અટકળો પર અંત આવ્યો છે. આદીવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા આગામી ચૂંટણી લડશે. છોટુ વસાવા કહ્યું કે, મારા વિરુદ્ધ ખોટા પ્રચારનું કાવતરું રચાયું હતું, હું ચૂંટણી લડીશ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવીશ. તો બીજી તરફ AAP પર પ્રહાર કરતા કહ્યુ કે, “AAPએ ભાજપની B ટીમ છે. ભાજપ અને AAP એક જ સમાન છે.”
આ પહેલા એવી ચર્ચાઓ થઇ રહી હતી કે છોટુ વસાવા ચૂંટણી લડવાના નથી. જો કે છોટુ વસાવાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. છોટુ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે હું આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો છું. તેમણે ખોટી ચર્ચાઓનું ખંડન કરતા કહ્યુ કે, હું ચૂંટણી લડીવાનો છુ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવવાનો છું.
BTP એ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. તો કેટલાક રાજકીય પક્ષોએ તો ઉમેદવારોની કેટલીક યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદાવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે આજે બીટીપી દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, બીટીપીએ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે.
વિધાનસભા ચૂંટણીને લઇને BTP એટલે તે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાંદોદ બેઠક પર BTPએ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા. ગુજરાતના કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. રાજ્યમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે, એટલે કે આ 19 બેઠકો પર જીતવું હોય તો આદિવાસી મતદારોને રિઝવવા પડશે.
BTP ના ઉમેદવારોની યાદી
ડૉ. માર્ક કટારા – ભિલોડા મનસુખ કટારા – ઝાલોદ મેડા દેવેન્દ્ર લક્ષમણભાઇ – દાહોદ ફૂરકન બલજી રાવઠા – સંખેડા ઘનશ્યામ વસાવા – કરજણ નાંદોદ – મહેશ વસાવા મણીલાલ પંડ્યા – જંબુસર વિજય વસાવા – ઓલપાડ સુનિલ ગામી – વ્યારા સમીર નાઇક – નિઝર મિલેશ ઝાંબરે – ડાંગ સુરેશ પટેલ – ધરમપુર