સુરતના ઉધના બમરોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના બની છે. મનોજ શુક્લા નામનો વ્યક્તિ જે રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે ફેક્ટરીમાંથી જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતો હતો. ત્રીજા માળેથી પોટલું ફેંકતા બેલેન્સ ગુમાવ્યું હતું, અને તે પોતે પણ નીચે એક પટકાતા મોત નીપજ્યું હતું. મોતના આ લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. બીજી તરફ મનોજ શુક્લાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.
મનોજ શુક્લા ઉધના બમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલ નગર સોસાયટીમાં રહે છે. મૂળ ઉત્તરપ્રદેશના મનોજ શુક્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. ફેક્ટરીમાંથી તેઓ જોબવર્ક માટે પોટલા લઈ જતા હોય છે. જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે. ફેક્ટરી ઉપર પહોંચી ત્રીજા માળેથી વારંવાર નીચે આવું ન પડે તેના માટે ત્રીજા માળે બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકતા હતા. એકાએક જ તેમનું બેલેન્સ જતા તેઓ પોટલાની સાથે જ નીચે પડતા હતા. જેથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.