Satya Tv News

વાલિયામાં આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક આગ
અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી
ચાર જેટલા બંબા સ્થળ પર દોડી આવ્યા

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલી ગોદરેજ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલ છે જે કંપનીમાં ઓલિયો કેમિકલ્સ સહિતની મદદથી પ્લાન્ટમાં ફેટી એસિડ્સ, ગ્લિસરીન, ફેટી આલ્કોહોલ્સ અને સર્ફેક્ટન્ટ્સ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે આજરોજ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળા અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી ઘટનાંની જાણ ઝઘડિયા, ડીપીએમસી, યુપીએલ ફાયર ફાયટરો કરવામાં આવતા ચાર જેટલા બંબા સ્થળ પર દોડી આવ્યા હતા અને કંપનીની આંતરિક ફાયર સિસ્ટમની મદદથી એક કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં વાઈપ ફિલ્મ ડ્રાયરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું આગ અંગે પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: