Satya Tv News

બારડોલી 800 કિલો જેટલા રીગણ ફેંકવાનો વિડિઓ વાયરલ
ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા મફતમાં લ્હાણીનો વિડીયો વાયરલ
તેઓની લડતમાં બારડોલી વિભાગ ગૌ સેવા સમિતિ જોડાઈ

બારડોલીનાં માર્કેટ બજારમાં ખેડૂતોને રીંગણનાં પોષણક્ષમ ભાવો ન મળતા તેઓની લડતમાં બારડોલી વિભાગ ગૌ સેવા સમિતિ જોડાઈ છે. 100 રૂપિયે મણ 3 હજાર કિલો રીંગણ ખરીદી ગૌ સેવા સમિતિ દ્વારા 10 રૂપિયે કિલો રીંગણ વેચવામાં આવી રહ્યા છે. જે તમામ પૈસાનો ઉપયોગ ગૌ શાળામાં કરવામાં આવનાર છે.

ગતરોજ બારડોલીના લીમડાચોક ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં 800 કિલો જેટલા રીગણ ફેંકી દઈ લોકોને મફતમાં લ્હાણી કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૂળ બારડોલી તાલુકાના અને મહુવા તાલુકાના કાની ગામે ખેતી કરતા ખેડૂત પીનલ પટેલ દ્વારા 800 કિલો રીંગણ શાકભાજી માર્કેટમાં જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. શકભાજી માર્કેટમાં છુંટકમાં 30 રૂપિયે કિલો વેચાણ કરતા વેપારીઓ દ્વારા માત્ર 1 રૂપિયે કિલો રીંગણ માંગતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ બિયારણ, ખાતર અને ખેત મજૂરીનાં વધતા ભાવો અને બીજી તરફ 3 મહિનાની મહેનત બાદ પણ ખેડૂતોની મહેનત છૂટતી નથી. જેને લઈ આજરોજ વહેલી સવારથી ખેડૂતોની લડતમાં ગૌ સેવા સમિતિ પણ જોડાઈ હતી. અને ખેડૂતો પાસેથી સીધા રીંગણની 100 રૂપિયે મણનાં ભાવ પ્રમાણે ખરીદી કરવામાં આવી હતી. લગભગ 3 હજાર કિલો જેટલા રીંગણ ખરીદી કરી અને લોકોને 10 રૂપિયે કિલો પ્રમાણે વેચાણ કર્યું હતું. અને એકત્ર થયેલા તમામ રૂપિયા ગૌ શાળામાં ઉપયોગમાં લેવામાં આવશે. ગૌ સેવા સમિતિએ ખરીદેલા તમામ રીંગણો લીમડાચોક ચાર રસ્તા ખાતે જાહેરમાં થેલા મૂકી વહેંચાણ કરવામાં આવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: