12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ
4/7/2010ના રોજ નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદ
ગુમ થનાર બહેન રાજકોટ જિલ્લાનામોટી મારણ ગામ ખાતેથી મળી આવ્યા
જંબુસર કાવી પોલીસે બાર વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
જંબુસર તાલુકાના કાવી હલાઈ ફળિયાના પારુલ બહેન અરવિંદભાઈ સોલંકી ગુમ થયા હતા જે અંગે કાવી પોલીસ મથકે જાણવા જોગ તા.4/7/2010 ના રોજ નોંધાવી હતી જેને કાવી પોલીસે છેલ્લા 12 વર્ષથી ગુમ બહેનને જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી મિસિંગ ડ્રાઈવ ઝુંબેશ રાખવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી જંબુસર તથા સીપીઆઇએમવી તડવીના માર્ગદર્શન હેઠળ કાવી પી એસ આઇ એલ એ પરમાર તથા સ્ટાફના માણસો મારફતે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલાન્સના આધારે ગુમ થનાર બહેનને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારણ ગામ ખાતેથી શોધી કાઢી તેમના પરિવાર સાથે કાવી પોલીસે મિલન કરાવેલ છે સદર કામગીરી પીએસઆઇ એલ એ પરમાર એ.એસ.આઇ રાજેશભાઈ હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગણેશભાઈ દ્વારા કરવામાં આવી હતી
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર