સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી મહિલાઓ સાથે છેતરપિંડી
મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ૩ ઝબ્બે
ટોળકીને પોલીસે ઝડપી પાડી 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
દેડીયાપાડા નાં નિવાલ્દા ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લા ની મહિલાઓ ને મહિલા ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ઠગાઈ કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી 7 દિવસ નાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા સુંદર અભિગમ રાખી નર્મદા જીલ્લા ના ગરીબ પ્રજ સાથે છેતર પીંડી કરતી ગેંગોનો સફાયો કરવાં માટે કમાર માટે નાં નિર્દેશો જિલ્લાની પીલીસને આપી છે જેથી કોઇ ગરીબનાં પરસેવાની કમાણી લૂંટી શકે નહી જેથી લોકો ખોટી તથા બોગસ કંપનીઓ તથા સંસ્થાઓ તેમજ બેંકોનો ભોગ બને નહી, કોઇ પણ પ્રકારે ખોટી તથા બોગસ કંપનીઓ તથા સંસ્થાઓ ઉભી કરી અભણ તેમજ ગરીબ લોકોની પોતાની કમાણીની મહામુડી છેતરી લઈ જઈ પાયમાલ કરનારા ભેજાબાજ આરોપીઓને પકડી લાવવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સુચનાઓ મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડીયાપાડાના નિવાલ્દા ગામ ખાતે તપાસ કરતા સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેસશન નામની સંસ્થા ચલાવી જેમા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અનેક મહિલાઓ છેતરાઈ હોવાનું અનુમાન બહાર આવ્યું છે,
એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોનની લાલચે સંખ્યાબંધ બહેનો છેતરાઈ હતી, જે ગુનાના કામમાં ત્રણ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક સરફરાજ અમીદ અલી ઉંમર વર્ષ 27 મોહમ્મદપુરા તાલુકો જીલ્લો મુરાદાબાદ ઉત્તર પ્રદેશ બીજો મોહમ્મદ મુસ્તફા ઉંમર ઉંમર વર્ષ 21 મોરોદાબાદ સહિત ડેડીયાપાડાના ભરતભાઈ ગુલાબભાઈ વસાવા 54 ડેડીયાપાડા ની પણ ધરપકડ કરીને રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેઓના 7 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.પટેલ તથા પોલીસ ની ટીમ
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જઈને તપાસ કરશે અને આ કૌભાંડના માસ્ટર માઇન્ડ ને ઝડપી પાડી જેલને હવાલે કરી ગરીબ બહેનોનોને ન્યાય મળે તેવી કાયૅવાહી કરશે. આવા છેતરપિંડી સહિતના ગુનાઓમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા કડક કામગીરીની સૂચના આપવામાં આવી છે, જેથી વારંવાર ગરીબ માણસોની સાથે છેતરપિંડી કરી ફ્રોડ કરતા લોકોમાં ધાક બેસસે અને આવા બનાવો બંધ થાય તે રીતે પોલીસ કામગીરી કરી રહી છે અને આર્થિક ગુનાઓ અટકાવવાનું પ્રાથમિકતા હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા