શિનોર દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસર
સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા દર્દીઓને સારવાર અપાય
ઝાડા ઉલ્ટીના એકસાથે 18 કેસ સામે આવ્યા
શિનોર તાલુકાના બાવળિયા ગામે દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતાં સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા તમામ ઝાડા ઉલ્ટીના દર્દીઓને સારવાર આપવામાં આવી છે
શિનોર તાલુકાના બાવળિયા ગામે પીવાના પાણીની અને ગટર ની પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતાં પીવાનું પાણી દૂષિત આવ્યું હતું.જે પાણી ગ્રામજનોના પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસર થવા પામી હતી.જે અંગેની જાણ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાતાં તાત્કાલિક મેડિકલ ઓફિસર ડૉકટર રોનકસિંહ સોલંકી અને આરોગ્ય ની ટીમ બાવળિયા ગામે પહોંચી ગઈ હતી.જ્યાં તેઓએ O.P.D ચાલુ કરીને તમામ ઝાડા ઉલ્ટીના દર્દીઓને સારવાર આપી હતી.જ્યારે 6 દર્દીઓને ઝાડા ઉલ્ટીની વધુ અસર થતાં તેઓને સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે બાવળિયા ગામે ઝાડા ઉલ્ટીના એકસાથે 18 કેસ સામે આવ્યાની જાણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉકટર ધીરેન ગોહિલ ને થતાં તેઓ તાત્કાલિક અન્ય આરોગ્ય ની ટીમો સાથે બાવળિયા ગામે પહોંચી સર્વે ની કામગીરી હાથ ધરી હતી.જ્યારે ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા બાદ બાવળિયા ગામના સરપંચ કંચનભાઈ વસાવાએ યુદ્ધના ધોરણે પીવાના પાણીની અને ગટર ની પાઇપ લાઇન માં સર્જાયેલ લીકેજ બંધ કરાવ્યું હતું.
બાઈટ : દર્દી -બાવળિયા
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર