Satya Tv News

ભરૂચ શેરપુરા રોડ પાસે ટ્રાન્સફરમાં લાગી આગ

શેરપુરા રોડ પર આવેલ ચાંદની કોમ્પ્લેક્સ નજીકના ટ્રાન્સફર માં આગ.

આગ લાગતા સ્થાનિકોમાં અફતફરી નો માહોલ.

ભરૂચના શેરપુરા રોડ પર આવેલ ચાંદની કોમ્પ્લેક્સ નજીકના ટ્રાન્સફરમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.

YouTube player

ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોતજોતામાં આખે આખું ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગની જવાળાઓમાં નજરે પડતા ઉપસ્થિત લોકોના જીવ એક સમયે ટાળવે ચોટ્યા હતા. સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા જોકે તેઓને સફળતા ન મળતા આખરે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા અંતે ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વવીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: