Satya Tv News

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. સુરતમાં રહેતા દિપક સાલુંકે નામના ઇસમની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટ દ્વારા મંગળવાર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દિપક સાલુંકેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

સુરત પોલીસે જણાવ્યું કે,  સુરત ક્રાઈમ બ્રાન્ચને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો દિપક સાલુંકે નામનો વ્યક્તિ પાકિસ્તાની એજન્સી ISIના એજન્ટ સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ ટીમે તેની ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાંથી દિપક સાળુંકેની ધરપકડ કરી હતી. તેને સુરત સેશન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના મંગળવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

error: