
પોલીસ આધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.જે.બી.ખાંભલા તથા તેમની એલ.સી.બી, ટીમના પોલીસ સ્ટાફને વોચ તેમજ અંગત બાતમીદારો રોકી કામગીરી કરવાની સુચનાના પગલે એલ.સી.બી. ટીમ રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન માહીતી મળેલી કે ઝગડીયા કાળીયાપુરના રોહિત રાજેશ ઉર્ફે લાલો વસાવાનો ડેડીયાપાડા તરફથી મોટર સાયકલ ઉપર ઇગ્લીંશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે.
આ ચોક્કસ બાતમી આધારે બીતાડા ગામ પાસે વોચ તેમજ નાકાબંધીમાં દરમ્યાન એક નંબર પ્લેટ વગરની બાઈક આવતા તેને રોકવા જતા પોલીસને જોઇ ચાલક રોહિત ઉર્ફે લાલો વસાવા તથા પાછળ બેસેલો તેનો મિત્ર બાઈક તથા ઇગ્લીંશ દારૂનો મુદ્દામાલ છોડીને અંધારાનો લાભ લઇને ભાગી ગયો હતો. જે મુદ્દામાલ તથા મોટર સાયકલ મળી કુલ 1,28,500 ના મુદ્દામાલ એલ.સી.બી ની ટીમે ઝડપી બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.