Satya Tv News

ભરૂચમાં કોરોના સામે પહોંચી વળવા તંત્ર સજ્જ
જિલ્લાના વિવિધ સેન્ટરો પર તૈયારીઓ કરાઈ
ટેસ્ટિંગ પક્રિયા સહિતની બાબતોને લઇ એલર્ટ મૉડ

ગુજરાતમાં પણ કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાના સૂચનો જે તે જિલ્લાના આરોગ્ય વિભાગોને આપવામાં આવી રહ્યા છે. જો સંજોગો વસાત કોરોના દસ્તક આપે તો તેની સામે પૂરતી તૈયારીઓ રાખવા અંગેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે તે સેન્ટરો ઉપર ટેસ્ટિંગ પક્રિયા સહિતની બાબતોને લઇ એલર્ટ મૉડ ઉપર જોવા મળી રહ્યા છે.

ચીન સહિતના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, હોસ્પિટલોમા જ્યાં જગ્યા મળે ત્યાં હાલના સંજોગોમાં લોકો સારવાર લેવા મજબૂર બન્યા છે ત્યારે પાડોશી દેશોમાં કોરોનાના તાંડવને જોઇ હવે ભારત સરકાર પણ સતર્ક બન્યું છે, દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી એક વાર ન વધે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે રાજ્ય સરકારોને સૂચનાઓ અપાઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાના સૂચનો જે તે જિલ્લાના આરોગ્ય વિભાગોને આપવામાં આવી રહ્યા છે. જો સંજોગો વસાત કોરોના દસ્તક આપે તો તેની સામે પૂરતી તૈયારીઓ રાખવા અંગેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે તે સેન્ટરો ઉપર ટેસ્ટિંગ પક્રિયા સહિતની બાબતોને લઇ એલર્ટ મૉડ ઉપર જોવા મળી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનો છેલ્લો કેસ નવેમ્બર માસમાં સામે આવ્યો હતો. હાલમાં જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ સામે આવ્યો નથી, જોકે તંત્ર દ્વારા કોરોનાને ઠાર કરવાની તમામ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે, તેમજ ઉચ્ચ વિભાગો તરફથી મળી રહેલ એડવાઇઝરી મુજબ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ, ટેસ્ટિંગ સેન્ટર સહિતના સ્ટાફને પણ મામલે એલર્ટ રહેવા અંગેના સૂચનો અપાઇ ચુક્યા છે. કેમ્પ CRI ભરુચના આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો.દીપા થડાની એ જણાવ્યું હતું કે ભરૂચમાં કોરોનાને પોહચી વરવા માટે 50 બેડની તૈયારી કરી દેવામાં આવી છે સાથે સાથે વેન્ટિલેટર સહિતની પણ તૈયારી કરવામાં આવી છે સાથેજ ભરૂચ જિલ્લાના નાગરિકોને માસ્ક પહેરીને બહાર નીકળવા માટે પણ અનુરોધ કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: