Skip to main content

Satya Tv News

સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી ગયો
મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદ
સગીરાના પિતાએ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી

વાલિયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રનો ઇસમ ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે

વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા મહારાષ્ટ્ર ખાતે તેના દાદા ઘરે રહી અભ્યાસ કરતી હતી ગત તારીખ-3.10.2022ના રોજ વેકેશન કરવા વાલિયા તાલુકામાં તેના માતાપિતાના ઘરે આવી હતી તે દરમિયાન ગત તારીખ-18-11-22ના રોજ સગીરાની માતા કપડાં ધોતી હતી તે વેળા લગ્નની લાલચ આપી અજાણ્યો ઇસમ ભગાડી ગયો હતો પરિવારજનોએ સગીરાની શોધખોળ કરતા સગીરાને મહારાષ્ટ્રના શાહજાપુર ખાતે રહેતો ઋત્વિક ભીમરાવ કોતકર ભગાડી હોવાનું માલુમ પડતા સગીરાના પિતાએ મહારાષ્ટ્રના શાહજાપુર ખાતે રહેતો ઋત્વિક ભીમરાવ કોતકર વિરુદ્ધ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: