Satya Tv News

શિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજાયું પ્રદર્શન
પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 27 કૃતિઓ રજૂ કરાઈ

એન્કર :-
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં શિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 27 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

વિઓ :-
G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા ના સંયુક્ત ઉપક્રમે B.R.C શિનોર દ્વારા શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ટેકનોલોજી અને રમકડાં ના મુખ્ય વિષય પર આજરોજ સવારે 10 કલાકે ધારાસભ્ય અક્ષય પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ દ્વારા રીબીન કાપીને વિધિવત રીતે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 27 કૃતિઓ રજૂ કરાઈ હતી.આ દરમ્યાન બાળ વૈજ્ઞાનિકો તાલુકા કક્ષાએ વિજેતા બની જિલ્લા ,રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન વસાવા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ નિરૂપાલસિંહ માંગરોલા ,સહકારી આગેવાન વિકાસ પટેલ,નાયબ મામલતદાર સહિત શિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિનોર તાલુકા શિક્ષક સહકારી મંડળી પ્રમુખ ,ઉપ પ્રમુખ સહિત તમામ સી.આર.સી.કો-ઓર્ડીનેટર અને બી.આર.સી નો સ્ટાફ તથા કૃતિઓ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકો ,શિક્ષકો તથા બાળકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

બાઈટ : અક્ષય પટેલ – ધારાસભ્ય

વિડિઓ જર્નલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર.

error: