માતરિયા તળાવ ખાતે સફાઈ અને બ્યુટીફિકેશનની કામગીરીનો શુભારંભ
માય લીવેબલ ભરૂચ દ્વારા શુભારંભ કરાયો
ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ વિસ્તારમાં અભિયાન હાથ ધરાશે
ભરૂચના માતરિયા તળાવ ખાતેથી માય લીવેબલ ભરૂચ દ્વારા સફાઈ અને બ્યુટી ફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ભરૂચ ઉપરાંત ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ સહિત નવ 40 કિલોમીટર ને વિસ્તારને આવરી લેવામાં આવ્યું છે ..ભાંગ્યું ભાંગ્યું ભરુચ ને ભવ્ય ભવ્ય ભરુચ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR Institute હેઠળ માય લીવેબલ ભરૂચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે..જે અંતર્ગત ભરુચ ના માતરિયા તળાવ ખાતે ધારાસભ્ય રમેશ ભાઈ મિસ્ત્રી ની અધ્યક્ષતા મા કાર્યક્રમ યોજાયો હતો..જ્યાંથી ભરુચ સહિત આસપાસ ના નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર જેવા પ્રવેશ દ્વાર સમા સમગ્ર 40 કિલોમીટર ના વિસ્તાર માં નિરંતર સફાઈ અભિયાન અને બ્યુટીફિકેશન ની કામગીરી નો શુભારંભ કરવામાં આવ્યો હતો…જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ આ અભિયાન અંગે માહિતી આપી લોકો ને સહકાર માટે અપીલ કરી હતી…આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે સમગ્ર પ્રોજેક્ટ ની પ્રંશંસા કરી આ નવતર અભિગમ મા સહભાગી બનવા અપીલ કરવા સાથે વહીવટી તંત્ર ને સ્વચ્છતા મા સહકાર ન આપનાર સામે કડકાઈ થી દન્ડનાત્મક કાર્યવાહી કરવા પણ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ભરુચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સહિત પાલિકા સભ્યો, વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ