Satya Tv News

નેશનલ રોડ નંબર 1 પર આ અકસ્માત થયો હતો. રસ્તા વચ્ચે બે બસ સામસામી ટકરાણી હતી. એક બસમાં પંચર પડી જતા તે બેકાબૂ થઈને સામેથી આવી રહેલી બીજી બસ સાથે જોરદાર ટકરાણી હતી જેમાં 40થી વધુ લોકોનો ચીપકી ગયા હતા તથા ઓછામાં ઓછા 78 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઈજા થઈ છે. સોશિયલ મીડિયા પર ક્રેશની તસવીરોમાં બતાવવામાં આવ્યું છે કે ક્ષતિગ્રસ્ત બસો એક બીજામાં ઘૂસી ગઈ હતી અને રસ્તા પર કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2017ની સાલમાં પણ સેનેગલમાં થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા. દેશના રાષ્ટ્રપતિ મેકી સાલેએ રવિવારે જણાવ્યું હતું કે મધ્ય સેનેગલમાં એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે લગભગ 3:30 વાગ્યે કેફ્રાઇન ક્ષેત્રના ગિવી ગામમાં થયો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ગિવીમાં થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું, જેમાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાષ્ટ્રપતિએ સોમવારથી ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરવા માટે કેબિનેટની બેઠક બોલાવી રહ્યાં છે.

error: