જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો
રાજકીય અદાવત રાખી હુમલો કરાયો હોવાનું અનુમાન
વિધાન સભાની ચુંટણીમાં ભાજપ તરફી પ્રચારની રિશ રાખી હુમલો
જંબુસર તાલુકા પ્રમુખ પુત્ર પર રાજકીય અદાવત રાખી જીવલેણ હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં વિધાન સભાની ચુંટણીમાં ભાજપ તરફી પ્રચારની રિશ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાની
સૂત્રોની મળેલી માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવલી ગામે રહેતા જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેવો સાંજનાં 5 વાગ્યાના સમય ગાળા દરમિયાન કાવલી ગામમાં આવેલ મજ્જીદ પાસે થી મોટર સાઇકલ પર પસાર થતો હતો. તે સમયે નમાજ પતિ હતી અને ગામના સરપંચ તેમજ સરપંચ પતિ અને ડેપ્યુટી સરપંચ મોટી સંખ્યામા લોકો નું ટોળું લઈ આવી અને બાઇક પર થી ફેંકી દઈ અને ઘસેટીને લાકડીનાં આડેધડ સપાટા મારી શરીરનાં વિવિધ અંગો પર અને માથાનાં ભાગ પર ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદ સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર અર્થે લાયા હતા પરંતુ માથા નાં ભાગ પર ગંભીર ઇજા હોવાના કારણે તેઓ ને ચક્કર આવતા હોવાથી વધુ સારવાર અર્થે જંબુસર થી એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવા મા આવ્યા હતા. ઘટના ની જાણ કાવી પોલીસને થતાં ઘટના સ્થળે આવી તપાસની તજવીજ હાથ ધરાઇ હોવાના સમાચાર સાંપડયા છે.
ઉલ્લેખનીય છે કે ઇજા પામનાર જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેઓની માતા અંજુબેન અજિતસિંહ સિંધા જંબુસર તાલુકા પંચાયતમા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. અને ગામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ પ્રમુખ દ્વારા લાલ આંખ કરાઈ હોવાથી અને તાજેતરમાં યોજાયેલ વિધાન સભાની ચટણીમા ભારતીય જનતા પાર્ટીનાં પ્રચાર પ્રસારમા વધુ રસ લીધો હોય જેને લઇ ઉશ્કેરાઈ જઈ અને ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરી અને ઇજા પહોંચાડી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર