.વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 3નાં મોત 2 ઘાયલ થતા ગંભીર
.ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો.
પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિક હળવો કરવાની કવાયત હાથ ધરી
.વડોદરા ભરૂચ હાઇવે પર વરણામાં ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
જ્યારે વધુ બેને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અમદાવાદથી મુંબઇ જતા પરિવારને વરણામાં ગામ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં મુંબઈ રહેતા નીતેષ સવજીભાઇ ગોંડલીયા પત્ની સંગીતાબેન તથા છોકરી નીયતીબેન તથા છોકરો પુર્વ તથા સાળા મહેશભાઇ પાંચેય જણ અમદાવાદ થી મુંબઇ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ને.હા. નંબર-૪૮ પર તેમની કારને એક ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. જેથી તેમની ગાડી આગળ ચાલતા ટ્રેલરના પાછળનાં ભાગે ઘુસી ગઈ હતી.આ અક્સમાતમાં તેઓના સાળા મહેશભાઇ અને છોકરી નીયતીબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અન્યને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જે અંગે વરણામા પોલીસે વધુ તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિડીયો જર્નલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ.