Satya Tv News

તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા પૈસા લઈને નોકરી આપી રહ્યા છે. દરેક જગ્યાએ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

બુધવારે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ નોટોનાં બંડલ લહેરાવ્યા હતા. રિથાલાના AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલે નોટોનાં બંડલ લહેરાવતાં કહ્યું હતું કે તેમને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એલજી વીકે સક્સેના સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ગોયલ બેગમાં 15 લાખની નોટોનાં બંડલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. ભાષણ દરમિયાન તેમણે બેગમાંથી નોટો કાઢીને ટેબલ પર મૂકી. તેમણે નોટોનાં બંડલ હાથમાં ઉપાડીને કહ્યું હતું કે “આ ટોકન મની છે, જે મને લાંચ તરીકે આપવામાં આવી હતી. મેં પૈસાના બદલામાં નોકરી આપવાનો મુદ્દો ચીફ સેક્રેટરી અને LG સામે પણ ઉઠાવ્યો હતો. મેં તેમને પત્ર લખ્યો હતો. હું જીવના જોખમે આ કામ મૂકીને કરી રહ્યો છું. તે લોકો એટલા પ્રભાવી છે કે મારી સાથે પણ ખોટું થઈ શકે છે. મને અવાજ ન ઉઠાવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા.’

ગોયલે આંબેડકર હોસ્પિટલમાં ભરતીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ‘અહીં જે લોકોને નિયમો અનુસાર નોકરી આપવી જોઈએ તેમને નથી અપાતી. અહીં નર્સિંગ અને અન્ય જગ્યાઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.

error: